માંજલપુરના વોર્ડ 17માં 2 દિગ્ગજ બાખડ્યા: જૂના જોગીઓમાં ‘ઘમાસાણ’.
માંજલપુરના વોર્ડ 17માં 2 દિગ્ગજ બાખડ્યા: જૂના જોગીઓમાં ‘ઘમાસાણ’.
Published on: 22nd April, 2026

વડોદરાના વોર્ડ-૧૭માં ટિકિટ વહેંચણી અને ચૂંટણી ખર્ચ મુદ્દે ધારાસભ્ય યોગેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયા વચ્ચે જંગ જામ્યો છે. યોગેશ પટેલે હિરેન સુખડિયાને ‘આયાતી’ ગણાવી વોર્ડને ‘શ્રાપિત’ કહ્યો છે અને ખર્ચ મુદ્દે કાર્યાલય બંધ કરવાની ચીમકી આપી છે. સામે પક્ષે જીતુ સુખડિયાએ વળતો પ્રહાર કરતા જણાવ્યું કે તેમનો પુત્ર ૩૫ વર્ષથી ત્યાં જ રહે છે અને કાર્યાલય પક્ષનું છે, કોઈની વ્યક્તિગત જાગીર નથી. આ વિવાદે વર્ષો જૂની મિત્રતામાં તિરાડ અને પક્ષમાં આંતરિક ખેંચતાણ છતી કરી છે.