કચ્છના કિડાણાના 4 માથાભારે ઇસમોને 4 જિલ્લામાંથી તડીપાર કરાયા.
કચ્છના કિડાણાના 4 માથાભારે ઇસમોને 4 જિલ્લામાંથી તડીપાર કરાયા.
Published on: 22nd April, 2026

ચૂંટણીલક્ષી કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે ગાંધીધામના કિડાણા ગામના ચાર માથાભારે શખ્સોને કચ્છ સહિત પાડોશી જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભચાઉના મોથાળાવાંઢના અલ્તાફ સમા નામના આરોપીને મિલકત સંબંધી ગુનાખોરી બદલ છ માસ માટે હદપાર કરાયો છે. પોલીસે દાઉદ કટીયા, ફિરોજ કટીયા સહિતના તત્વો સામે અટકાયતી પગલાં ભરીને ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવા કડક કાર્યવાહી કરી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.