ગુજરાત વિધાનસભામાં આજે 4 બિલ રજૂ થશે
ગુજરાત વિધાનસભામાં આજે 4 બિલ રજૂ થશે
Published on: 10th September, 2026

ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રના બીજા દિવસે બપોરે 12 વાગ્યે કાર્યવાહી શરૂ થશે. આજે ગૃહમાં 4 મહત્વપૂર્ણ સુધારા વિધેયકો રજૂ કરાશે, જેમાં ગુજરાત માલ અને સેવા કર સુધારા, ગુજરાત જમીન મહેસૂલ સુધારા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા, અને પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયકનો સમાવેશ થાય છે. સત્રના પ્રારંભે એક કલાકના પ્રશ્નોત્તરી કાળમાં ગૃહ વિભાગ, પોલીસ, નશાબંધી, વાહનવ્યવહાર, કાયદો, આદિજાતિ વિકાસ અને આરોગ્ય વિભાગ સંબંધિત પ્રશ્નો પર વિપક્ષ સરકારને ઘેરશે. આ ઉપરાંત, બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો પણ રજૂ કરાશે.