વડોદરાનું સુરસાગર તળાવ 'ડેથ ટ્રેપ' બન્યું
વડોદરાનું સુરસાગર તળાવ 'ડેથ ટ્રેપ' બન્યું
Published on: 10th September, 2026

વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતથી ચિંતાનો માહોલ સર્જાયો છે. સ્થાનિક નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે વડોદરા મહાનગરપાલિકા (VMC) ને પત્ર લખીને માછલીઓના મોતના કારણોની તાત્કાલિક તપાસની માંગ કરી છે. રૂ. 38 કરોડના નવીનીકરણ અને રૂ. 1૦ લાખના એર સર્ક્યુલેશન મશીન બાદ પણ તળાવની દુર્દશા યથાવત છે. કુદરતી તળાવને કૃત્રિમ બનાવવાનો આરોપ છે. જો કાર્યવાહી નહીં થાય તો મુખ્યમંત્રી (CM) ને રજૂઆત કરાશે.