છાણી ભોજનાલયના લોટ મશીનમાં બિલાડી
છાણી ભોજનાલયના લોટ મશીનમાં બિલાડી
Published on: 10th September, 2026

વડોદરાના છાણી સ્થિત જય સ્વામિનારાયણ કાઠિયાવાડી ભોજનાલયમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રસોડામાં લોટ બાંધવાના મશીનમાં બિલાડી મોઢું મારતી દેખાઈ છે. એક ગ્રાહકે આ દ્રશ્ય પોતાની નજરે જોઈ તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ વીડિયોએ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને આરોગ્યના ધોરણો પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, ખાસ કરીને જ્યાં મેંદો કે લોટ મોટા પ્રમાણમાં વપરાય છે. આ ઘટના ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન સામે પણ સવાલ ઊભા કરે છે.