MCA થયેલા વેપારી સાયબર ઠગાઈનો ભોગ બન્યા
MCA થયેલા વેપારી સાયબર ઠગાઈનો ભોગ બન્યા
Published on: 10th September, 2026

અમદાવાદના મણિનગર વિસ્તારમાં MCA થયેલા વેપારી અદાણી ગેસ બિલ અપડેટના નામે સાયબર ઠગાઈનો ભોગ બન્યા. એક અજાણ્યા નંબર પરથી WhatsApp મેસેજ દ્વારા ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી, ઠગે વેપારીના મોબાઈલમાં APK ફાઇલ ઇન્સ્ટોલ કરાવી દીધી. આના કારણે તેમના બેન્ક ખાતામાંથી ₹1.30 લાખ ઉપડી ગયા. વેપારીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સાયબર હેલ્પલાઇન પર પણ સંપર્ક કર્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.