મા-બાપના ઝઘડાથી કંટાળી વડોદરા આવેલી ગ્રેજ્યુએટ યુવતીને સોસાયટીએ બચાવી
મા-બાપના ઝઘડાથી કંટાળી વડોદરા આવેલી ગ્રેજ્યુએટ યુવતીને સોસાયટીએ બચાવી
Published on: 10th September, 2026

વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક ગઈ મોડી રાત્રે એક યુવતી સ્યુસાઈડ કરવા આવી હોવાની ઘટનાએ સૌને હચમચાવી દીધા હતા. સોસાયટીના લોકોની સતર્કતા અને માનવતાવાદી વલણને કારણે તેની જિંદગી બચી ગઈ. અંકલેશ્વરની ગ્રેજ્યુએટ યુવતી મા-બાપના ઝઘડાથી ત્રાસી ગઈ હતી. પિતાના અપમાનથી દુઃખી થઈ માતા પાસેથી 200 રૂપિયા લઈને વડોદરા આવી હતી. અભયમ ટીમે તેનું કાઉન્સેલિંગ કર્યું અને તેના પિતા સાથે વાત કરી, પરંતુ તેમણે દુર્વ્યવહાર કર્યો. આખરે યુવતીની બહેન તેને લઈ જવા તૈયાર થઈ છે.