AMC કર્મચારીઓ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ, કાર અને ટુ-વ્હીલર શેરિંગ ફરજિયાત.
AMC કર્મચારીઓ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ, કાર અને ટુ-વ્હીલર શેરિંગ ફરજિયાત.
Published on: 15th May, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કર્મચારીઓ માટે હવે કાર પૂલિંગ, ટુ-વ્હીલર શેરિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ફરજિયાત છે. આ નિર્ણય ઈંધણ બચાવવા અને રાષ્ટ્રીય સંપત્તિના કરકસરભર્યા ઉપયોગ માટે લેવાયો છે. નજીક રહેતા કર્મચારીઓએ કાર પૂલ કરવી પડશે, જ્યારે ટુ-વ્હીલર વાપરતા કર્મચારીઓએ બાઈક કે સ્કૂટર શેર કરવા પડશે. AMTS, BRTS અને મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરવા પર ભાર મૂકાયો છે.