ધગધગતું ભાવનગર : 45.2 ડિગ્રીએ 11 વર્ષનો રેકોર્ડ તોડયો, રાજ્યનું હોટેસ્ટ સિટી
ધગધગતું ભાવનગર : 45.2 ડિગ્રીએ 11 વર્ષનો રેકોર્ડ તોડયો, રાજ્યનું હોટેસ્ટ સિટી
Published on: 15th May, 2026

આભમાંથી અંગારા વરસ્યા, અગન ભઠ્ઠી જેવી ગરમીમાં નાગરિકો શેકાયામોડી સાંજ સુધી બળબળતી ગરમીનો અનુભવ, બાળકો-વૃદ્ધો, અશક્તો અને બીમાર વ્યક્તિઓની હાલત કફોડીભાવનગર -  ભાવનગરમાં ગરમીનું અણધાર્યું વાવાઝોડું ફૂંકાયું છે. ૧૧ વર્ષનો રેકોર્ડ તોડનારી ૪૫.૨ ડિગ્રી ગરમીના બળબળતા તાપમાં શહેરીજનો રીતસરના શેકાયા હતા. અગન ભઠ્ઠી જેવો આકરો તાપ-સૂર્યપ્રકોપના કારણે બપોરના સમયે રસ્તાઓ પર ગરમીનું સ્વયંભૂ કરફ્યુ લાગી ગયું હતું.