અમદાવાદના બોપલમાં અમિત શાહે ૩૦ ઇંચ વરસાદમાં પણ પાણી ન ભરાય તેવી ખાતરી આપી
અમદાવાદના બોપલમાં અમિત શાહે ૩૦ ઇંચ વરસાદમાં પણ પાણી ન ભરાય તેવી ખાતરી આપી
Published on: 28th August, 2026

ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે બોપલ, ઘુમા અને આંબલી વિસ્તારના નાગરિકો સાથે લોકદરબાર યોજી પાણી-ગટરની સમસ્યાઓ સાંભળી. તેમણે ખાતરી આપી કે હવે ૩૦ ઇંચ વરસાદ પડે તો પણ સોસાયટીઓમાં પાણી નહીં ભરાય તેવું કાયમી આયોજન કરાયું છે. ભૂતકાળમાં અતિભારે વરસાદને કારણે AMCના આયોજન ટૂંકા પડ્યા હતા. તેમણે પાણી નિકાલની સીધી જવાબદારી સ્વીકારી અને આગામી ૬ મહિનામાં જાસપૂરથી નર્મદાનું શુદ્ધ પાણી પહોંચાડવાની ખાતરી આપી. CM ભૂપેન્દ્ર પટેલે પણ મજબૂત ડ્રેનેજ પ્લાનિંગ અને વિકાસકામોની રૂપરેખા આપી.