અંકિત શર્મા હત્યા કેસ: કોર્ટ ચુકાદા બાદ AAP પર BJPના ગંભીર પ્રહાર
અંકિત શર્મા હત્યા કેસ: કોર્ટ ચુકાદા બાદ AAP પર BJPના ગંભીર પ્રહાર
Published on: 14th July, 2026

વર્ષ 2020ના દિલ્હી રમખાણો દરમિયાન IB અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં AAP ના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન સહિત પાંચ આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. આ ચુકાદા બાદ ભાજપે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું કે, તાહિર હુસૈનને અરવિંદ કેજરીવાલનું રાજકીય સંરક્ષણ પ્રાપ્ત હતું અને કેજરીવાલ જ તાહિર હુસૈનના અસલી આકા છે. તેમણે કેજરીવાલને આ હત્યાકાંડના સહ-આરોપી ગણાવ્યા. કોર્ટે જણાવ્યું કે, અંકિત શર્માની હત્યા માત્ર હિન્દુ હોવાને કારણે કરવામાં આવી હતી.