વડોદરા કોર્પોરેશનની સમિતિઓની રચનામાં વિલંબ
વડોદરા કોર્પોરેશનની સમિતિઓની રચનામાં વિલંબ
Published on: 11th August, 2026

વડોદરા કોર્પોરેશન માં ચૂંટણી બાદ નવા બોર્ડની રચના થઈ ગઈ હોવા છતાં વિવિધ મહત્વની સમિતિઓના ગઠનમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ન થતાં કાઉન્સિલરોના આઈકાર્ડ અને કોર્પોરેશનની ડાયરી જેવી વહીવટી કામગીરી અટકી પડી છે. આ કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળવાપાત્ર સુવિધાઓ પણ મળવામાં વિલંબ થઈ રહ્યો છે. સમિતિઓની રચના ઝડપી પૂર્ણ થવાથી પ્રજાલક્ષી કાર્યોને ગતિ મળશે તેવી અપેક્ષા છે.