ગુજરાત સરકારનો નિર્ણય: જંગલની જમીન અલ્ટ્રાટેકને આપવાની દરખાસ્ત નામંજૂર
ગુજરાત સરકારનો નિર્ણય: જંગલની જમીન અલ્ટ્રાટેકને આપવાની દરખાસ્ત નામંજૂર
Published on: 12th August, 2026

રાજુલા-જાફરાબાદના બાબરકોટ વિસ્તારની 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન Ultratech સિમેન્ટ કંપનીને માઈનિંગ માટે આપવાની દરખાસ્ત પ્રોજેક્ટ સ્ક્રીનિંગ કમિટીએ નામંજૂર કરી દીધી છે. આ નિર્ણય બાદ વનવિભાગ અને ગુજરાત સરકાર બેકફૂટ પર આવી ગયાં છે. સિંહ કોરિડોરની જમીન કંપનીને આપવાના આયોજન સામે સિંહપ્રેમીઓ, સ્થાનિકો અને પર્યાવરણવિદો દ્વારા ભારે વિરોધ થયો હતો. આ વિરોધ અને જનઆક્રોશને કારણે કમિટીએ નમતું જોખી આ દરખાસ્તને સ્પષ્ટપણે નામંજૂર કરી છે, જેનાથી સિંહપ્રેમીઓમાં રાહતની લાગણી વ્યાપી છે.