ગુજરાત વિધાનસભાનું 9મું ચોમાસુ સત્ર હવે 9 સપ્ટેમ્બરથી શરૂ થશે
ગુજરાત વિધાનસભાનું 9મું ચોમાસુ સત્ર હવે 9 સપ્ટેમ્બરથી શરૂ થશે
Published on: 31st August, 2026

ગુજરાત વિધાનસભાના આગામી 9મા ચોમાસુ સત્રની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલ દ્વારા અગાઉ 8મી સપ્ટેમ્બરથી સત્ર બોલાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું, જેને રદ કરીને હવે 9મી સપ્ટેમ્બરથી નવું સત્ર બોલાવવાનો નિર્ણય લેવાયો છે. આ સત્ર કુલ ત્રણ દિવસ માટે 9, 10 અને 11 સપ્ટેમ્બર દરમિયાન મળશે. આ ત્રણ દિવસીય સત્ર દરમિયાન ગૃહમાં વિવિધ મહત્ત્વપૂર્ણ સરકારી કામકાજ, નવા સરકારી વિધેયકો અને અન્ય કામગીરી હાથ ધરવામાં આવશે.