ધારાસભ્યની ચેતવણી: વિશ્વાસમાં લીધા વિના કામ કરશો તો પ્રશ્નો ઊભા થશે
ધારાસભ્યની ચેતવણી: વિશ્વાસમાં લીધા વિના કામ કરશો તો પ્રશ્નો ઊભા થશે
Published on: 03rd September, 2026

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માંજલપુર વિસ્તારમાં શાળા પ્લોટ પર વ્હીકલ પુલ બનાવવાના આયોજનથી વિવાદ સર્જાયો છે. સ્થાનિક ધારાસભ્યએ જણાવ્યું કે પંચશીલ ગ્રાઉન્ડમાં આવા પુલના નિર્માણથી સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી છે, કારણ કે આ મેદાન શાળાના બાળકો રમવા અને વિવિધ સામાજિક-ધાર્મિક કાર્યક્રમો માટે ઉપયોગી છે. ભારદારી વાહનોની અવરજવરથી અકસ્માતનો ભય વધી શકે છે. વિકાસના નિર્ણયોમાં લોકોને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લેવા જોઈએ, નહીં તો અધિકારીઓની ભૂલનો આક્રોશ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સહન કરવો પડે છે.