પાલિકા-પંચાયતના ચૂંટણી પ્રચાર તેજ બન્યો.
પાલિકા-પંચાયતના ચૂંટણી પ્રચાર તેજ બન્યો.
Published on: 22nd April, 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસોમાં ગુજરાતમાં રાજકીય ગરમાવો વધ્યો છે. સુરતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા સભાઓ ગજવશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોટાદ અને ભાવનગરમાં પ્રચારની ધૂરા સંભાળશે. બીજી તરફ, રાજકોટના વોર્ડ નંબર ૧૦માં કોંગ્રેસના ઉમેદવાર ભાર્ગવીબા ગોહિલના સમર્થનમાં ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન યોજાશે, જે ક્ષત્રિય આંદોલનની યાદો તાજી કરી શકે છે. હર્ષ સંઘવી ભુજમાં રોડ શો દ્વારા શક્તિ પ્રદર્શન કરશે, જેનાથી ત્રિપાંખિયા જંગમાં પ્રચાર તેજ બન્યો છે.