ગુજરાત વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: 37 SFS અધિકારીઓને IFSમાં બઢતી
ગુજરાત વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: 37 SFS અધિકારીઓને IFSમાં બઢતી
Published on: 04th June, 2026

કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ગુજરાતના વહીવટી માળખામાં મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય વન સેવા (SFS)ના 37 વરિષ્ઠ અધિકારીઓને ભારતીય વન સેવા (IFS)માં બઢતી આપવામાં આવી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની સિલેક્શન કમિટી દ્વારા 'સિલેક્ટ લિસ્ટ 2025'ના આધારે આ પસંદગી કરવામાં આવી છે. આ અધિકારીઓને ભારતીય વન સેવાના નિયમો મુજબ ગુજરાત કેડર ફાળવવામાં આવી છે.