₹500 કરોડનું બજેટ હોવા છતાં વુડામાં CEAની પોસ્ટ ઇન્ચાર્જમાં જ
₹500 કરોડનું બજેટ હોવા છતાં વુડામાં CEAની પોસ્ટ ઇન્ચાર્જમાં જ
Published on: 05th June, 2026

વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટિ (વુડા) પાસે વડોદરાના વિસ્તારોના વિકાસ માટે વાર્ષિક ₹500 કરોડનું બજેટ હોવા છતાં, ચીફ એક્ઝિક્યૂટિવ ઓથોરિટિ (CEA) ની પોસ્ટ હંમેશા ઇન્ચાર્જમાં જ રહે છે. શહેરનો ઝડપી વિકાસ અને વુડા વિસ્તારમાં મોટા પ્રોજેક્ટો, જેમાં વર્ષોથી ચાલી રહેલ રિંગ રોડનો સમાવેશ થાય છે, તેને ધ્યાનમાં લેતા આ એક ગંભીર બાબત છે. અનેક વિકાસ કાર્યો છતાં, આ મુખ્ય અધિકારીની પોસ્ટ ભરવામાં આવતી નથી.