પાલનપુર નગરપાલિકામાં સમિતિઓની રચના પૂર્વે રાજકારણ ગરમાયું
પાલનપુર નગરપાલિકામાં સમિતિઓની રચના પૂર્વે રાજકારણ ગરમાયું
Published on: 20th July, 2026

પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણીને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વિવિધ સમિતિઓની રચના અને ચેરમેનની પસંદગી હજુ બાકી છે. ટૂંક સમયમાં આ સમિતિઓની રચના થવાની છે, જેના પગલે શાસકપક્ષના સભ્યો "મલાઈદાર" કમિટિઓ પર નજર રાખીને લોબિંગ કરી રહ્યા છે. આર્થિક રીતે સક્ષમ ગણાતી કમિટિઓ મેળવવા માટે સભ્યો શહેર પ્રમુખ અને ધારાસભ્યની આસપાસ ચક્કર લગાવી રહ્યા છે. આંતરિક ખેંચતાણ અને વગ-જોરની ચર્ચાઓ વચ્ચે, આગામી દિવસોમાં જાહેર થનારી સમિતિઓમાં કોને સ્થાન મળશે તે અંગે અટકળોનો દોર શરૂ થયો છે.