તમારું પાન કાર્ડ અન્ય કોઈના કબજામાં? સાયબર સિક્યુરિટીનો ભય
તમારું પાન કાર્ડ અન્ય કોઈના કબજામાં? સાયબર સિક્યુરિટીનો ભય
Published on: 29th August, 2026

અમદાવાદની એક મહિલાના પાન કાર્ડ પર GST નંબર લઈને દિલ્હીમાં છેલ્લા આઠ મહિનાથી બિઝનેસ ચાલતો હોવાનું બહાર આવતાં 'આઇડેન્ટિટી થેફ્ટ'નો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આવા અનેક લોકોના નામે બોગસ GST રજિસ્ટ્રેશન કરાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નું કૌભાંડ આચરવામાં આવે છે. 2023-24માં 5,699 બોગસ રજિસ્ટ્રેશન પકડાયા, જેમાં ₹15,085 કરોડની ટેક્સ ચોરી થઈ હતી. આ સમસ્યાથી બચવા GST પોર્ટલ પર નિયમિત તપાસ, ક્રેડિટ રિપોર્ટ મોનિટરિંગ અને સમયસર ફરિયાદ નોંધાવવી જરૂરી છે.