મહેસાણા પાસે કૂતરું આડુ આવતા કાર ઝાડ સાથે અથડાઈ
મહેસાણા પાસે કૂતરું આડુ આવતા કાર ઝાડ સાથે અથડાઈ
Published on: 29th August, 2026

મહેસાણા-અમદાવાદ હાઈવે પર મેવડ ટોલનાકા પાસે એક કાર અચાનક રસ્તા પર આવેલા શ્વાન (કૂતરું) થી બચાવવા જતાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી ઝાડ સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર પરિવારના સસરાનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું, જ્યારે અન્ય ત્રણ સભ્યો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પુત્રવધૂ દ્વારા પોતાના પતિ, જે કાર ચલાવી રહ્યા હતા, તેની વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.