સુરતની 4 બહેનો, મોબાઈલ માટે પિતાના ઠપકાથી ડરી, 770 કિમી દૂર કર્ણાટકથી મળી
સુરતની 4 બહેનો, મોબાઈલ માટે પિતાના ઠપકાથી ડરી, 770 કિમી દૂર કર્ણાટકથી મળી
Published on: 29th August, 2026

સુરતના પૂણાગામ વિસ્તારમાંથી ગુમ થયેલી 3 સગીરા સહિત 4 બહેનોનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલ ફોન માટે પિતાના ઠપકા અને મારના ડરથી ઘર છોડીને તેઓ સુરતથી અમદાવાદ અને ત્યાંથી સીધા કર્ણાટક પહોંચી હતી. પૂણા પોલીસે સમયસૂચકતા દાખવી 770 કિલોમીટર દૂર કાલીબુર્ગી (કલબુર્ગી) રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી ચારેયને પકડી પાડી પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ ઘટનામાં કોઈ ગુનાહિત ષડયંત્ર નહીં, પરંતુ પિતાના ગુસ્સાનો ડર મુખ્ય કારણ બન્યો હતો.