બિલ્ડીંગ મટીરીયલ કંપનીમાં કર્મચારી, પત્ની અને કાકાએ મળી ૧.૪૫ કરોડની ઉચાપત કરી
બિલ્ડીંગ મટીરીયલ કંપનીમાં કર્મચારી, પત્ની અને કાકાએ મળી ૧.૪૫ કરોડની ઉચાપત કરી
Published on: 28th August, 2026

અમદાવાદમાં એક રેડી-મિક્સ કોંક્રિટ (RMC) અને બાંધકામ કંપનીના નાણાકીય વ્યવહારોમાં ગંભીર ગેરરીતિનો પર્દાફાશ થયો છે. કંપનીના પ્લાન્ટ ઇન્ચાર્જ અને સેલ્સ એક્ઝિક્યુટિવ ભાવિક શાહ, તેની પત્ની ખુશ્બુબહેન શાહ અને કાકા મનોજ શાહ સામે કુલ ૧.૪૫ કરોડ રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. બોગસ બિલ, વાઉચર બનાવી અને ગ્રાહકોના નાણાં અંગત ખાતામાં ડાયવર્ટ કરીને આ છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આરોપ છે. આ મામલે કંપનીના ડિરેક્ટર અંકિત શાહે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.