ભરૂચમાં તહેવારો અનુસંધાને શાંતિ સમિતિની મહત્વની બેઠક
ભરૂચમાં તહેવારો અનુસંધાને શાંતિ સમિતિની મહત્વની બેઠક
Published on: 29th August, 2026

ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે, હિન્દુ અને મુસ્લિમ સમુદાયના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી તહેવારો, જેમાં ઈદ-એ-મિલાદ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને છડી ઉત્સવ જેવા પર્વોનો સમાવેશ થાય છે, તે શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. ડીવાયએસપી સી. કે. પટેલ અને અન્ય અધિકારીઓએ કાયદો-વ્યવસ્થા જાળવવા અંગે માર્ગદર્શન આપ્યું અને અફવાઓથી સાવચેત રહેવા અપીલ કરી. આગેવાનોએ તહેવારોમાં સહકારની ખાતરી આપી.