સુરતના પુણામાંથી 4 બોગસ ડોકટરો ઝડપાયા
સુરતના પુણામાંથી 4 બોગસ ડોકટરો ઝડપાયા
Published on: 28th August, 2026

સુરત LCB સ્ક્વોડે પુણા વિસ્તારમાં દરોડા પાડીને મેડિકલ ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતાં ચાર બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી એલોપેથિક દવાઓ અને મેડિકલ સામાન મળી કુલ 4.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ચારેય આરોપીઓ છેલ્લા 8 થી 10 વર્ષથી માન્ય ડિગ્રી વગર ગેરકાયદે રીતે ક્લિનિક ચલાવી લોકોની સારવાર કરતા હતા. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.