સંસદમાં અમિત શાહની ગેરહાજરી પર રાહુલના સવાલ
સંસદમાં અમિત શાહની ગેરહાજરી પર રાહુલના સવાલ
Published on: 31st July, 2026

લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે અમિત શાહ દોષની લાગણીથી પીડાઈ રહ્યા હોવાથી સંસદમાં આવી શકતા નથી. વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ અત્યાચારની તપાસ માટે ઉચ્ચસ્તરીય કમીટીની માંગ કરી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કહ્યું છે કે, વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. બીજી એક પોસ્ટમાં તેમણે પૂછ્યું કે, અમિત શાહ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ બાબતે જવાબ આપતા કેમ ડરે છે. જો પેલેટ ગન ઉપયોગની માહિતી ન હોય તો તેઓ પદ પર રહેવાને લાયક નથી.