ભાજપની ફેરણીમાં SC મોરચાના પ્રમુખની પૂર્વ કાર્યકર સાથે મારામારી
ભાજપની ફેરણીમાં SC મોરચાના પ્રમુખની પૂર્વ કાર્યકર સાથે મારામારી
Published on: 22nd April, 2026

વડોદરાના વોર્ડ નં. ૫ માં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓ અને પૂર્વ કાર્યકર વચ્ચે ઉગ્ર ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. પૂર્વ કાર્યકર હિતેશ રાઠોડે તેની પત્નીનું 'આપ'માંથી ભરેલું ફોર્મ રદ થવા બાબતે રજૂઆત કરતા મામલો બિચક્યો હતો. આ દરમિયાન અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ યોગેન્દ્ર પરમારે કાર્યકર સાથે ધક્કામુક્કી અને મારામારી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેર રસ્તા પર થયેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.