સુરત સિવિલ હોસ્પિટલમાં યુવતીની છેડતી
સુરત સિવિલ હોસ્પિટલમાં યુવતીની છેડતી
Published on: 08th September, 2026

સુરત સિવિલ હોસ્પિટલના પરિસરમાં એક વૃદ્ધ દ્વારા યુવતીની છેડતીનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ ઘટના બાદ ત્યાં હાજર લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો અને તેઓએ તે વૃદ્ધને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ યુવતીએ તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી વૃદ્ધને લોકોના ટોળામાંથી છોડાવી, અટકાયત કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે.