વડોદરા માંજલપુરની સ્ટેલા મેરી સ્કૂલના બિલ્ડિંગને બેંકનું સીલ,ચૂંટણીનું બૂથ હોવાથી મતદાન માટે ખોલાશે
વડોદરા માંજલપુરની સ્ટેલા મેરી સ્કૂલના બિલ્ડિંગને બેંકનું સીલ,ચૂંટણીનું બૂથ હોવાથી મતદાન માટે ખોલાશે
Published on: 22nd April, 2026

વડોદરામાં ૨૬ એપ્રિલે યોજાનારી પાલિકા ચૂંટણી માટે માંજલપુરની સ્ટેલા મેરી સ્કૂલને મતદાન મથક ફાળવાયું છે, પરંતુ લોન વિવાદને કારણે બેંકે સ્કૂલના એક બિલ્ડિંગને સીલ માર્યું હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી અધિકારીઓએ તપાસ હાથ ધરતા આ ચોંકાવનારી વિગત ખુલી હતી. જોકે, કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે સ્કૂલના અન્ય ભાગો ખુલ્લા હોવાથી અને મતદાન મથકોની અછત હોવાથી, આ બિલ્ડિંગને મતદાન માટે ખોલાશે અને પ્રક્રિયા પર કોઈ અસર નહીં પડે. શિક્ષણ વિભાગે સંચાલકોને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે.