અમદાવાદમાં 149મી રથયાત્રા: નેત્રોત્સવ વિધિ આજે
અમદાવાદમાં 149મી રથયાત્રા: નેત્રોત્સવ વિધિ આજે
Published on: 14th July, 2026

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આગામી 16 જુલાઈએ યોજાશે. આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે, જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવશે. બુધવારે સોનાવેશના દર્શન થશે અને મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ-પૂજન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશિષ્ટ પૂજા-આરતીમાં ભાગ લેશે. રથયાત્રા પરંપરાગત માર્ગો પર ફરશે, જેમાં શણગારેલા ગજરાજો, સાંસ્કૃતિક ઝાંખી કરાવતી ટ્રકો, અખાડા, ભજન મંડળીઓ અને બેન્ડવાજા સામેલ થશે. દેશભરમાંથી 2500થી વધુ સાધુ-સંતો ભાગ લેશે.