ગોધરાના આનંદ ગણેશ મંદિરે શ્રાવણમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ પૂજાનું અનોખું આયોજન
ગોધરાના આનંદ ગણેશ મંદિરે શ્રાવણમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ પૂજાનું અનોખું આયોજન
Published on: 26th August, 2026

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગોધરાના આનંદ ગણેશ મંદિરમાં દરરોજ વિવિધ યંત્ર સ્વરૂપે માટીના શિવલિંગ બનાવી પાર્થેશ્વર મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. શિવપુરાણ અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટીના શિવલિંગની પૂજા કરી હતી, તે પરંપરાને અનુસરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આ આયોજનમાં મહારાજ વસંતભાઈ શાસ્ત્રી અને તેમની ટીમ દ્વારા દરરોજ 4,500થી વધુ શિવલિંગના બાણ તૈયાર કરાય છે. શ્રાવણ માસ દરમિયાન કુલ સવા લાખથી વધુ શિવલિંગની વિધિવત પૂજા કરવામાં આવશે.