ડૉક્ટર પુત્રની ખુશીમાં પાટીદાર પરિવારે માં બહુચરને અર્પણ કર્યું ૧ કિલોગ્રામ ચાંદીનું છત્ર
ડૉક્ટર પુત્રની ખુશીમાં પાટીદાર પરિવારે માં બહુચરને અર્પણ કર્યું ૧ કિલોગ્રામ ચાંદીનું છત્ર
Published on: 20th July, 2026

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામના વતની અને હાલ અમેરિકા સ્થાયી થયેલા માઇભક્ત વિનોદભાઈ રાવજીભાઈ પટેલના પુત્ર ડૉક્ટર બન્યા છે. આ સફળતાની ખુશીમાં, પટેલ પરિવારે બહુચરાજી ખાતે માં બહુચર માતાજીના મંદિરમાં શ્રદ્ધાપૂર્વક 1 કિલોગ્રામ ચાંદીનું છત્ર અર્પણ કર્યું. પરિવાર વર્ષોથી માં બહુચર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. પુત્રના ડૉક્ટર બનવાથી પરિવાર ગૌરવાન્વિત થયો છે. આ સફળતા બદલ માતાજીના આશીર્વાદ માની, પરિવારે માતાજી પ્રત્યે ભક્તિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી.