શહેરા બ્રહ્માકુમારીઝ ખાતે રક્તદાન અને વ્યસનમુક્તિ જાગૃતિ કૅમ્પનું સફળ આયોજન
શહેરા બ્રહ્માકુમારીઝ ખાતે રક્તદાન અને વ્યસનમુક્તિ જાગૃતિ કૅમ્પનું સફળ આયોજન
Published on: 26th August, 2026

શહેરા ખાતે શિવમ સોસાયટી સ્થિત બ્રહ્માકુમારીઝ જ્ઞાનગંગા ભવનમાં દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર અને વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ પગી, રમેશભાઈ ખાંટ, ડૉ. ફેનિલ, તેમજ બ્રહ્માકુમારી રતન દીદી, જયા દીદી અને હિના દીદી ઉપસ્થિત રહ્યા હતા. 40થી વધુ લોકોએ રક્તદાન કર્યું અને વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.