ભાવનગરની ૪૧મી ભગવાન જગન્નાથજી રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં
ભાવનગરની ૪૧મી ભગવાન જગન્નાથજી રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં
Published on: 14th July, 2026

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા આગામી અષાઢી બીજ, તા. ૧૬ જુલાઈ, ગુરુવારે પરંપરાગત રીતે નીકળશે. આ વર્ષે, ઈંધણ બચાવવાની સરકારી અપીલને ધ્યાનમાં રાખીને, રથયાત્રામાં સંખ્યાને બદલે ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. થીમ આધારિત ૬૦ ટ્રક, ૨૦ ટ્રેક્ટર, ૨ જીપ, ૧૫ છકરડા, ૧ હાથી, ૮ ઘોડા, મીની ટ્રેન, વાંદરો, નાસિક ઢોલ, તોપ, દુર્ગાવાહિની, બજરંગદળના અખાડાઓ અને ગણેશ ક્રિડાંમંડળ દ્વારા જીમ્નાસ્ટીક સ્કેટીંગ તેમજ બોડી બિલ્ડિંગ પ્રદર્શન કરાશે. ભાવિકો રથયાત્રાનું લાઈવ ટેલીકાસ્ટ સમિતિના Facebook પેજ, YouTube અને વેબસાઈટ પર જોઈ શકશે.