શ્રાવણ સોમવાર 2026: ભોળાનાથની પૂજાથી દૂર થશે તમામ કષ્ટ
શ્રાવણ સોમવાર 2026: ભોળાનાથની પૂજાથી દૂર થશે તમામ કષ્ટ
Published on: 13th August, 2026

વર્ષ 2026માં શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ઉપવાસ રાખીને જળ, દૂધ અને બીલીપત્ર અર્પણ કરે છે. એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી સુખ-સમૃદ્ધિ, મનોકામનાઓની પૂર્તિ અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શ્રાવણનો પહેલો સોમવાર 17મી ઓગસ્ટે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવની પૂજા માટે સૌથી પવિત્ર મહિનાઓમાંથી એક માનવામાં આવે છે. આ મહિના દરમિયાન શિવભક્તો વ્રત રાખીને ભોળાનાથના આશીર્વાદ મેળવવાની કામના કરે છે.