શ્રાવણ માસનો પ્રારંભ: શિવાલયોમાં ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ
શ્રાવણ માસનો પ્રારંભ: શિવાલયોમાં ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ
Published on: 13th August, 2026

આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે, જે સમગ્ર ૩૦ દિવસ સુધી ચાલશે. શિવ મંદિરો "હર હર મહાદેવ" અને "જય જય શિવશંકર"ના જયઘોષથી ગૂંજી ઉઠશે. ભાવનગર સહિત સમગ્ર ગોહિલવાડ જિલ્લાના શિવાલયોમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શ્રદ્ધાળુઓ દૂધ, જળ, બીલીપત્ર વગેરેથી મહાદેવજીને અભિષેક કરશે. જગદીશ મંદિરમાં હિંડોળા દર્શન અને ચિરોડી ચિત્રોનું આકર્ષણ રહેશે.