સાબરકાંઠાના વડાલી કબીર આશ્રામમાં દિવ્ય સત્સંગ મેળાવડો
સાબરકાંઠાના વડાલી કબીર આશ્રામમાં દિવ્ય સત્સંગ મેળાવડો
Published on: 20th July, 2026

વડાલી -ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે રોડ ઉપર આવેલ સંત કબીર અન્ન ક્ષેત્ર આશ્રામ ખાતે સંત શ્રી તુલસીદાસ બાવજી વીરેશ્વરના સાનિધ્યમાં અમાસનો દિવ્ય સત્સંગ મેળાવડો રવિવારે યોજાયો. કરણસિંહ રૂપસિંહ ચૌહાણ કાલવણ વસાહત તથા કમલસિંહ જશવંતસિંહ ઝાલા ભદ્રેસર દ્વારા સમગ્ર કાર્યક્રમના દાતા બનવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સાધુ સંતો સહિત વડાલી, ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર સહિત વિસ્તારમાંથી શિષ્યગણએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો.