સુરેન્દ્રનગરમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ
સુરેન્દ્રનગરમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ
Published on: 04th September, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 04 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા પરંપરાગત 42મી શોભાયાત્રા યોજાશે, જેમાં સામાજીક સમરસતાના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દ્વારકાધીશજીની હવેલી પહોંચશે. આ શોભાયાત્રામાં જગદ્દગુરૂ કનીરામબાપુ સહિત અનેક સાધુ-સંતો જોડાશે. દુધરેજ વડવાળા ધામ ખાતે સંતવાણી, રાસ ગરબા જેવા કાર્યક્રમો પણ યોજાશે. શોભાયાત્રાના રૂટ પર સફાઈ કામદારોને બાળ કાનુડાની મૂર્તિ ભેટ અપાશે.