નંદ ઘેર આનંદ ભયો... આજે જગતના નાથનો જન્મોત્સવ
નંદ ઘેર આનંદ ભયો... આજે જગતના નાથનો જન્મોત્સવ
Published on: 04th September, 2026

દેશભરમાં આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. સૂર્યોદયથી લઈને રાત સુધી અષ્ટમી તિથિ રહેશે. આજે મથુરા, વૃંદાવન, દ્વારકા, પુરી અને મોટાભાગના મંદિરોમાં જન્માષ્ટમી ઉજવવામાં આવી રહી છે. શ્રીકૃષ્ણનો જન્મ રાતના આઠમાં મુહૂર્તમાં થયો હતો, તેથી કૃષ્ણ જન્મોત્સવ રાત્રે જ ઉજવવાની પરંપરા છે. આ આઠમું મૂહુર્ત 4-5 સપ્ટેમ્બરની રાત્રે 12:00થી 12:48 સુધી રહેશે. જે લોકો રાત્રે ભગવાનની પૂજા કરી શકતા નથી, તેઓ દિવસભર આઠમની તિથિ દરમિયાન કોઈપણ સમયે શ્રીકૃષ્ણનું પૂજન કરી શકે છે.