પાટણમાં જૈન ઉપાશ્રયે આત્મશુદ્ધિનો સંદેશ: ક્રોધ, પૂર્વગ્રહ છોડી ‘મિચ્છામિ દુક્કડમ્’ સ્વીકારો
પાટણમાં જૈન ઉપાશ્રયે આત્મશુદ્ધિનો સંદેશ: ક્રોધ, પૂર્વગ્રહ છોડી ‘મિચ્છામિ દુક્કડમ્’ સ્વીકારો
Published on: 15th September, 2026

પર્યુષણ મહાપર્વના સાતમા દિવસે જૈન ઉપાશ્રય ખાતે પં.પૂ.આ. શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂજ્ય મુનિરાજ નયશેખર મહારાજ સાહેબનું પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું. મુનિશ્રીએ આત્મશુદ્ધિ માટે ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયો અને મનમાં રહેલા અણગમા, નફરતને બહાર કાઢવાની શીખ આપી. સાચી ક્ષમાપના માટે આઠમા દિવસ પહેલાં મનની શુદ્ધિ આવશ્યક છે. જૈન ધર્મ ભાવનો ધર્મ હોવાથી મનનો ભાર પણ પાપ સમાન છે. અહંકાર, ક્રોધ, વેરભાવ છોડી, પૂર્વગ્રહ દૂર કરી, સંવત્સરી પહેલાં અબોલા તોડી પ્રભુ મહાવીરની આજ્ઞા શિરોધાર્ય કરવાની પ્રેરણા અપાઈ.