દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની અછત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની અછત
Published on: 20th July, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં વરસાદની અછત વચ્ચે દ્વારકામાં થોડો વરસાદ વરસ્યો, પરંતુ તે માત્ર ૫ મિનિટ સુધી જ સીમિત રહ્યો. આનાથી ગરમી અને ઉકળાટમાં કોઈ ખાસ રાહત મળી નથી. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં વરસાદમાં મોખરે રહેતો આ જિલ્લો, હાલ ચાલુ સિઝનમાં અપેક્ષા મુજબ વરસાદ વરસ્યો નથી. આગોતરું વાવેતર કરનારા ખેડૂતો પાકના વિકાસ અંગે ચિંતિત છે. વરસાદ ખેંચાતા ખેતી અને પશુપાલન પર અસર પડી રહી છે. સારા વરસાદ માટે પ્રાર્થનાઓ અને ધાર્મિક અનુષ્ઠાનો થઈ રહ્યા છે.