સાતમ-આઠમ બાદ 6 થી 10 સપ્ટેમ્બરમાં સાર્વત્રિક વરસાદની શક્યતા
સાતમ-આઠમ બાદ 6 થી 10 સપ્ટેમ્બરમાં સાર્વત્રિક વરસાદની શક્યતા
Published on: 29th August, 2026

ચોમાસાની સિસ્ટમમાં થોડો સુધારો થતાં, આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં માત્ર સામાન્ય ઝાપટા વરસવાની સંભાવના છે. જોકે, સાતમ-આઠમના તહેવાર બાદ 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 75.28 ટકા વરસાદ નોંધાયો છે. હાલ લો-પ્રેશર સિસ્ટમ નબળી હોવાથી નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.