અમદાવાદમાં રેડ એલર્ટ: AMC સંપૂર્ણ સજ્જ, અધિકારીઓની રજાઓ રદ
અમદાવાદમાં રેડ એલર્ટ: AMC સંપૂર્ણ સજ્જ, અધિકારીઓની રજાઓ રદ
Published on: 31st July, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટ બાદ ભારે વરસાદ અને સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. અધિકારીઓ અને કર્મચારીઓની તમામ રજાઓ રદ કરવામાં આવી છે અને SDRF-NDRF ની ટીમોને તૈનાત કરાઈ છે. શહેરના કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. બે દિવસ માટે શાળા, કોલેજ અને આંગણવાડીઓ બંધ રાખવામાં આવી છે.