જુલાઈમાં 10 વર્ષમાં ત્રીજી વાર ડબલ ડિજિટ વરસાદ, નવા રાઉન્ડની શક્યતા
જુલાઈમાં 10 વર્ષમાં ત્રીજી વાર ડબલ ડિજિટ વરસાદ, નવા રાઉન્ડની શક્યતા
Published on: 31st July, 2026

મોરબી જિલ્લામાં જૂન મહિનામાં વરસાદના અભાવ બાદ જુલાઈમાં સારા વરસાદથી ખેડૂતોને રાહત મળી છે. સમગ્ર જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદથી જળાશયો છલકાયા છે. જુલાઈ મહિનાનો સરેરાશ વરસાદ 279 મીમી (11.16 ઇંચ) નોંધાયો છે, જે છેલ્લા 10 વર્ષમાં ત્રીજી વખત જુલાઈમાં ડબલ ડિજિટ વરસાદ છે. સામાન્ય રીતે જુલાઈમાં ઓછો વરસાદ પડે છે, પરંતુ આ વર્ષે સ્થિતિ બદલાઈ છે. અગાઉ 2017 અને 2022માં પણ જુલાઈમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.