ભરૂચના દયાદરા ગામે ચકલીઓના શંકાસ્પદ મૃત્યુથી સ્થાનિકોમાં ચકચાર, પ્રદૂષણની આશંકા
ભરૂચના દયાદરા ગામે ચકલીઓના શંકાસ્પદ મૃત્યુથી સ્થાનિકોમાં ચકચાર, પ્રદૂષણની આશંકા
Published on: 31st July, 2026

ભરૂચ તાલુકાના દયાદરા ગામની સાબરી કોલોનીમાં અનેક ચકલીઓ શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ચકલીઓના ચણમાં ઝેર ભેળવવામાં આવ્યું છે કે પ્રદૂષણની અસર છે તે સ્પષ્ટ નથી. સ્થાનિકોએ તાત્કાલિક તપાસની અને કસૂરવારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વિલાયત GIDCના પ્રદૂષણની આશંકા પ્રબળ બની રહી છે. આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી નાગરિકોની માંગ છે.