જામનગરના 272 તલાટી મહેસુલી કામથી અળગા
જામનગરના 272 તલાટી મહેસુલી કામથી અળગા
Published on: 31st July, 2026

જામનગર જિલ્લામાં 272 તલાટીઓ 28 દિવસથી મહેસુલી કામગીરીનો બહિષ્કાર કરી રહ્યા છે, જેના કારણે ગ્રામ્ય વહીવટ કથળી ગયો છે. આ વિરોધ પ્રદર્શનને કારણે ગ્રામજનો સરકારી કામો માટે ધક્કા ખાઈ રહ્યા છે. ખેડૂતોને પાક ધિરાણ અને બેંક લોન માટે જરૂરી દસ્તાવેજો મળતા નથી, અને નવા લાઈટ કનેક્શનમાં પણ મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને આવકના દાખલા મેળવવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તલાટીઓ જોબચાર્ટ અલગ કરવાની માંગ સાથે અડગ છે.