પંચમહાલમાં મેઘરાજાની મહેર: શહેરામાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ
પંચમહાલમાં મેઘરાજાની મહેર: શહેરામાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ
Published on: 11th August, 2026

પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરા તાલુકામાં માત્ર 2 કલાકમાં અઢી ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે રસ્તાઓ પર નદીઓ જેવી સ્થિતિ સર્જાઈ. ગોધરા અને આસપાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો. સાર્વત્રિક વરસાદને પગલે પંચમહાલની જીવાદોરી સમાન પાનમ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે. હાલ ડેમમાં 9,750 ક્યુસેક પાણીની આવક સાથે જળસપાટી 123.35 મીટરે પહોંચી છે.