હવામાન વિભાગની 14 રાજ્યોમાં અતિભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગની 14 રાજ્યોમાં અતિભારે વરસાદની ચેતવણી
Published on: 05th July, 2026

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે દેશભરમાં ચોમાસું સક્રિય બન્યું છે. હવામાન વિભાગ (IMD) એ આગામી 48 કલાક માટે 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રના મુંબઈ, પુણે અને રત્નાગિરી સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યાં મુંબઈમાં ભારે પવનથી અનેક વૃક્ષો પડ્યા અને બે લોકોના મોત થયા. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિ તીવ્ર વરસાદની ચેતવણી અપાઈ છે, જ્યારે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, બિહાર અને ઝારખંડમાં પણ ગાજવીજ અને ભારે વરસાદની સંભાવના છે.