ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: 6 જિલ્લાઓમાં Red Alert
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: 6 જિલ્લાઓમાં Red Alert
Published on: 05th July, 2026

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત માટે આગામી 7 દિવસની નવી વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓ માટે Red Alert જાહેર કરાયું છે. ડાંગ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદ ચાલુ રહેશે, જ્યારે સુરત, તાપી, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 8 જુલાઈથી વરસાદનું જોર ઘટશે, છતાં નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના લોકોને સાવચેત રહેવા અપીલ છે.