મુંબઈમાં ઓરેન્જ એલર્ટ: ભારે વરસાદની આગાહી, શાળાઓ બંધ
મુંબઈમાં ઓરેન્જ એલર્ટ: ભારે વરસાદની આગાહી, શાળાઓ બંધ
Published on: 05th July, 2026

મુંબઈમાં હવામાન વિભાગ (IMD) દ્વારા ભારે વરસાદ અને તેજ પવનની આગાહી સાથે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, BMC એ સોમવારે મુંબઈની તમામ સરકારી અને ખાનગી સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. થાણે અને નવી મુંબઈમાં પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ઝાડ નીચે ન ઊભા રહેવા અપીલ કરાઈ છે. જોખમી ઈમારતો તાત્કાલિક ખાલી કરવા આદેશ અપાયો છે. મુંબઈમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે, પરંતુ રેલવે સેવા સામાન્ય છે.